VIDEO: કર્ણાટક વિધાન પરિષદમાં ભારે હોબાળો, કોંગ્રેસ-ભાજપના MLA વચ્ચે છુટા હાથે મારામારી
કર્ણાટક વિધાન પરિષદમાં મંગળવારના રોજ સત્તા અને વિપક્ષ વચ્ચે ભારે હોબાળો જોવા મળ્યો. કોંગ્રેસ ચેરમેનનો વિરોધ કરી રહી હતી અને હોબાળો એટલો વધી ગયો કે કોંગ્રેસના વિધાન પરિષદના સભ્યોએ ડેપ્યુટી ચેરમેનને ખુરશીથી ખેંચીને હટાવી દીધા.
Trending Photos
બેંગ્લુરુ: કર્ણાટક વિધાન પરિષદમાં મંગળવારના રોજ સત્તા અને વિપક્ષ વચ્ચે ભારે હોબાળો જોવા મળ્યો. કોંગ્રેસ ચેરમેનનો વિરોધ કરી રહી હતી અને હોબાળો એટલો વધી ગયો કે કોંગ્રેસના વિધાન પરિષદના સભ્યોએ ડેપ્યુટી ચેરમેનને ખુરશીથી ખેંચીને હટાવી દીધા. આ દરમિયાન કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો વચ્ચે હાથાપાઈ થઈ.
કર્ણાટકા વિધાન પરિષદમાં આજે 1 દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. પરંતુ સત્ર શરૂ થતા પહેલા જ ત્યાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે જોરદારની ધક્કા મુક્કી સર્જાઈ હતી.#KarnatakaAssembly #CongressMLCs #chairmanofthelegislativecouncil pic.twitter.com/VcRVTC0HqC
— Zee 24 Kalak (@Zee24Kalak) December 15, 2020
ભાજપે બનાવ્યો ચેરમેનને હટાવવાનો પ્લાન
કર્ણાટક વિધાન પરિષદમાં આજે એક દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. પરંતુ સત્ર શરૂ થતા પહેલા જ ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે જબરદસ્ત ધક્કામુક્કી થઈ. ભાજપે વિધાન પરિષદના ચેરમેન પ્રતાપચંદ્ર શેટ્ટી વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે ગવર્નરના નિર્દેશ પર સત્ર બોલાવ્યું હતું. વિધાન પરિષદમાં ભાજપ પાસે સંખ્યા બળ ઓછું છે. આવામાં JDSના સમર્થનની સાથે મળીને કોંગ્રેસના કાઉન્સિલ ચેરમેનને હટાવવાનો પ્લાન તૈયાર કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે